મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત / ક્યારે છે મકરસંક્રાંતિ ? ૧૪ તારીખે કે ૧૫ તારીખે ? કેમ ઉભુ થયુ કન્ફ્યુઝન

મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત : નવા વર્ષ 2023ની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે જ વર્ષનો ર્પથમ તહેવાર મકરસંક્રાંતિ ઉજવવા માટે લોકો આતુર છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાંતિ ના તહેવારની તારીખને લઈને લોકોમાં અલગ=અલગ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. ચાલો જાણીએ આજે આ વર્ષે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ ઉજવવામા આવશે કે 15મી જાન્યુઆરીએ? મકરસંક્રાતિ તારીખ ગુજરાત

નવા વર્ષ 2023ની શરૂઆત થતા જ મકરસંક્રાંતિના તહેવારની સાચી તારીખને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આ વર્ષે મકરસંક્રાંતિ 14મી જાન્યુઆરીએ ઉજવાશે કે 15મી જાન્યુઆરીએ? આ અંગે બધા લોકોને મૂંઝવણ છે. આ વખતે રાત્રિ દરમિયાન સૂર્ય ના મકર રાશિમાં ગોચરને કારણે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. એવામાં આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ મનાવવામા આવશે કે 15 જાન્યુઆરીએ?
શા માટે કન્ફયુઝન છે ?
મકરસંક્રાંતિ 2023 ની તારીખ માટે શા માટે મૂંઝવણ છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ રાત્રે 08.14 મિનિટે સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિનું મુહૂર્ત 14 જાન્યુઆરીએ આવી રહ્યું છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો સમય હોવાથી મકરસંક્રાંતિની તારીખ નક્કી કરવા માટે મૂંઝવણ ઊભી થઈ છે.
મકરસંક્રાંતિ તારીખ ૨૦૨૩
પંચાંગ અનુસાર સૂર્યની મકર સંક્રાંતિનો સમય 14 જાન્યુઆરી શનિવારે રાત્રે 8.14 વાગ્યે છે. પરંતુ રાત્રે સ્નાન અને દાન કરવાનુ શુભ માનવામા નથી આવતુ. આ માટે ઉદયતિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ નુ સ્નાન અને દાન કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.
મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત
આ વર્ષે મકરસંક્રાંતિ ના શુભ મુહૂર્ત 15 જાન્યુઆરી, રવિવાર એ સવારે 07:15 થી લઈને સાંજે 05:46 વાગ્યા સુધીનો મકર સંક્રાંતિનો પુણ્યકાળ રહેશે અને તેનો મહા પુણ્યકાળ સવારે 07:15 થી 09:00 સુધીનો રહેશે
મકરસંક્રાંતિ પર આ વખતે રવિવારનો સંયોગ
આ વર્ષે મુહુર્ત અનુસાર મકરસંક્રાંતિ રવિવારે થાય છે. રવિવારના દિવસે સૂર્યની પૂજા કરવાનુ શુભ માનવામા આવે છે અને મકરસંક્રાંતિના દિવસે પણ સૂર્યની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે મકરસંક્રાંતિની સાથે સૂર્ય પૂજાનો દિવસ પણ શુભ બની રહેશે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વધુ ફળની પ્રાપ્તી થશે.
મકરસંક્રાંતિ પર સૂર્ય થશે ઉત્તરાયણ
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા અટકેલા શુભ કાર્યો શરુ થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધતો જાય છે અને આ દિવસથી શિયાળો ઓછો થવા લાગે છે અને તથા તાપમાન વધવા લાગે છે.

મકરસંક્રાંતિએ હવામાન ની આગાહી

હવામાનની આગાહી કરતી વિવિધ સાઈટ્સ અનુસાર, આ વર્ષે ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાન 20 ડીગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. સવારના સમયે પવનની ગતિ સહેજ વધુ રહેશે અને કલાકના 20 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે બપોર પછી પતંગરસિયાઓને પતંગ ચગાવવાની ખરી મજા આવશે, કારણ કે ઠંડી ઘટવા લાગશે અને ધીમે-ધીમે 4 વાગ્યા સુધીમાં તાપમાન 25 ડીગ્રીએ પહોંચશે. જ્યારે પવનની ગતિ પણ ઓછી થઈને કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. આ સમય અને હવા તથા પવનની ઈશાન તરફની દિશા પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ રહેશે.

વાસી ઉતરાયણ હવામાન ની આગાહી

આ વખતે વાસી ઉતરાયણ એટલે કે ૧૫ જાન્યુઆરી ના દિવસે રવિવાર આવતો હોવાથી પતંગરસિયાઓને ૨ દિવસ પતંગ ચગાવવાનો આનંદ માણી શકસે. ઉત્તરાયણની તુલનાએ વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન થોડુંક ઘટશે, પરંતુ પવનની ગતિમાં ત્રણથી ચાર કિ.મી.જેટલો વધારો થઈ શકે છે. આ સ્થિતિ જોતાં વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પણ કલાકના 14થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની દિશા નૈઋત્યની રહે એવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 29 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શકયતાઓ છે. આ વખતે વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવાથી પતંગરસિયાઓ એને પણ ભરપૂર માણે એવી શક્યતા છે.

મકરસંક્રાતિ રાશિ મુજબ દાન

મેષ: મેષ રાશિના જાતકોએ ગોળ, મગફળીના દાણા અને તલનુ દાન કરો.
વૃષભ: વૃષભ રાશિના જાતકોએ વ્હાઈટ કપડા, દહીં અને તલનુ દાન આપવુ લાભકારી રહેશે.
મિથુન: મિથુન રાશિના જાતકોએ મગની દાળ, ચોખા અને ધાબળાનુ દાન આપવુ જોઈએ.
કર્ક: કર્ક રાશિના જાતકોએ ચોખા, સફેદ તલનુ દાન આપો.
સિંહ: સિંહ રાશિના જાતકોએ તાંબા, ઘઉંનુ દાન આપો.
કન્યા: કન્યા રાશિના જાતકોએ ખિચડી, ધાબળા અને લીલા કપડાનુ દાન કરવુ જોઈએ.
તુલા: તુલા રાશિના જાતકોએ ખાંડ અને ધાબળાનુ દાન આપવુ સારું રહેશે.
વૃશ્વિક: વૃશ્વિક રાશિના જાતકોએ લાલ કપડાં અને તલનુ દાન આપો.
ધન: ધન રાશિના જાતકોએ પીળા કપડાં અને પલાળેલી હળદરનુ દાન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *